બજેટ નજીક આવતા સોનાનો ભાવ આસમાને પહોંચ્યો, 10 ગ્રામની કિંમત ₹80,142 થઈ

Share this story

દેશમાં બજેટ રજૂ કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમાં જોડાયેલો લોકો તેમને મળીને તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે. ગઇકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ આજે એટલે કે 22 જાન્યુઆરીએ સોનાના ભાવમાં કંઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સોનાનો ભાવ ગઈકાલના દરે ટ્રેડ થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 80,142 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 74,600 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સોનામાં મોટી તેજી પછી ઘટાડો થવાનો હતો, એ આવી ગયો છે. અમેરિકા બાદ યુકેએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એનાથી ગોલ્ડ ઇટીએફની ખરીદીમાં વધારો થશે. આવી સ્થિતિમાં આ વર્ષે 30 જૂન સુધીમાં સોનું 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

હવે સોનાના ભાવને લઈને ટ્રમ્પની આર્થિક પોલીસી અને નબળો ડોલર ઈન્ડેક્સ મહત્વના છે. આર્થિક પોલીસીમાં અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણની માંગણી વધી છે. ડોલર ઈન્ડેક્સ 108 આસપાસ. અઠવાડિયામાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પની પોલીસે અને નબળા ડોલરથી ભાવ વધ્યા છે. આગામી મહિને ચીનના સામાનો પર 10 ટકા ટેરિફ સંભવ છે. હજુ આગળ 28-29 જાન્યુઆરીએ ફેડની પોલીસી બેઠક થવાની છે. જેમાં વ્યાજ દરોમાં કાપની શક્યતા નહીંવત જેવી છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટીઝ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે અમેરિકાથી કોઈ મોટો આર્થિક ડેટા નહીં આવે, પરંતુ વેપારીઓ ટ્રમ્પ અને તેમના આગામી નીતિગત પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે બુલિયન માર્કેટ માટે વધુ અસ્થિરતા પેદા કરી શકે છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના વિશ્લેષક (કોમોડિટીઝ) માનવ મોદીના જણાવ્યા અનુસાર, બજારના સહભાગીઓ દાવોસના અધિકારીઓના ઇનપુટ પર પણ નજર રાખશે, જેના કારણે બજારમાં અસ્થિરતા આવી શકે છે. ઉપરાંત, રજા પછી યુએસ બજારો ફરી ખુલશે, જેના કારણે બજારોમાં અસ્થિરતા આવી શકે છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-