- સુરતમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું.
- એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટે દરોડા પાડ્યા હતા.
સુરતમાં છેલ્લાં એક અઠવાડિયામાં બીજું કૂટણખાનું (Brothel) ઝડપાયું છે .પોલીસ શંકાના આધારે દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી રહી છે. ત્યારે વધુ એક શોપિંગ સેન્ટર (Shopping center)માં દરોડા પાડતા સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દોફાશ થયો છે.
વાસ્તવમાં સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સાકાર શોપિંગ સેન્ટરમાં એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટે દરોડા પાડ્યા હતા. જ્યાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનું ઝડપાયું હતું. આ દરમિયાન પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મેનેજર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે સ્પા માલિક દંપતીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સુરતમાં અનેક જગ્યાયેથી ચાલી રહેલો દેહવ્યાપારના ધંધાનો પાર્દોફાશ કરવામાં આવ્યો છે.
33,000નો મુદ્દામાલ કબ્જે લીધો છે :
પોલીસને બાતમી મળી હતી કે, ભટાર વિસ્તારમાં આવેલા સાકાર શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે નિશાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જેથી બાતમીના આધારે એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા સ્પામાં દરોડા પાડવામાં આવય હતા. જ્યાંથી 2 મહિલાને મુક્ત કરાવી હતી. તેમજ મેનેજર સહિત બેની ધરપકડ કરી હતી. રોકડા રૂ. 13,000 અને 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 33,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્પા માલિક મોર્યા દંપતી વોન્ટેડ જાહેર :
બાતામીના આધારે દરોડા પડતા ચાલી રહેલા કૂટણખાનાનો પોલીસે પર્દોફાશ કર્યો હતો. જેમાં મેનેજર સહીત 2ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર ફાતેમા મૌર્યા અને રાહુલ મૌર્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા. એન્ટી હ્રુમન ટ્રાફિકીંગ યુનિટે સ્પા મેનેજર અજય સંતોષ ભુંયા (ઉ.વ. 20 રહે. ઉમા ભવન, રાજ એમ્પાયરની, ભટાર રોડ) અને એક ગ્રાહક અને બે મહિલાને ઝડપી પાડી હતી.