Tuesday, Dec 9, 2025

ખાટુશ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ

2 Min Read

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાને કારણે અકસ્માત થયો હતો. અહીં, એકાદશીના દિવસે, બરેલી વળાંક સ્થિત ખાટુશ્યામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ભીડના કારણે મંદિરની રેલિંગ તૂટી ગઈ, જ્યાં ભક્તો 12 ફૂટની ઊંચાઈએથી પડી ગયા. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં એકાદશીના દિવસે શ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન મંદિરની અંદર જવા માટે બીજા માળે ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડને કારણે કેટલાક લોકો સિમેન્ટની રેલિંગ પર ઉભા રહી ગયા હતા. વધારે વજનના કારણે સિમેન્ટની રેલિંગ તૂટીને નીચે પડી ગઈ હતી. ઘાયલ ભક્તોમાં પુરુષોની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે.

ભક્તોને ઈજા થતા મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ SP સિટી અને CO સિટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એકાદશીના આ પ્રસંગ માટે મંદિર પ્રશાસને કોઈની પણ પરવાનગી લીધી નહોતી. પોલીસ પ્રશાસનને પણ ખબર નહોતી. અકસ્માત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ટ્રાફિક જામને દૂર કરવા માટે લાંબો સમય સ્થળ પર ઉભા રહ્યા હતા

આ પણ વાંચો :-

Share This Article