Saturday, Feb 21, 2026

કપરાડાના કુંભઘાટ પર અકસ્માત: ટ્રક અને ઈકો વચ્ચે ટક્કર થતા 5 લોકોના કરૂણ મોત

1 Min Read

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ છે. વિચિત્ર અકસ્માતમાં એક પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કપરાડાના આંબા જંગલ ગામનો રહેવાસી હતો. પરિવાર ઇકો કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કુંભઘાટના વળાંક પર સામેથી આવતી ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ઇકો કારનો કચડઘાણ નીકળી ગયો હતો.

બચાવ કામગીરી અને સ્થિતિ
અકસ્માતમાં પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

Share This Article