A fetus of a dead girl was found in the toilet of Trauma Center of Surat Civil Hospital
સુરત, તા.૩૧
શહેરના મજુરાગેટ નજીક આવેલી નવી સિવિલ હોસ્પિટલ-ટ્રોમા સેન્ટરમાં ટોયલેટમાંથી આજે સવારે એક બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાને પગલે ડોકટરો તેમજ સ્ટાફ ત્યાં દોડી ગયા હતા.ત્યાર બાદ ભૃણને બહાર કાઢવા આવ્યો હતો તેમજ ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે સીસી ટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
આજે સવારે ૯ થી ૯.૩૦ કલાકના સમયગાળા વચ્ચે ટ્રોમા સેન્ટરના ટૉઈલેટમા સર્વેન્ટ સફાઈ કરવા માટે ગયો હતો, ત્યારે અંદર મૃત ભ્રુણ જોઈને ચોકી ઉઠ્યો હતો, અને ગભરાયને બહાર દોડી આવીને ડોકટર સહિત સ્ટાફને આ બાબતે જાણ કરી હતી. એ પછી ડોક્ટર તેમજ નર્સ સહીત સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. તેઓએ તપાસ કરતા છ માસની બાળકીનું ભૃણ હોવાનું જાણવા મળ્યું હતુ. હોસ્પિટલમાંથી મળી આવેલા ભ્રુણ અંગે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ અંગે પીએસઆઇ બી.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ સાથે કોઈ મહિલા અહીં આવી હશે, ત્યારે તેમને ત્યાં જ પ્રસુતિ થઇ ગઈ હોવાની શકયતા છે. તેણી ગભરાઇને કોઈને કઈ પણ જાણ કર્યા વગર ત્યાંથી ચાલી ગઈ હોય તેવું હાલમાં લાગે છે. જો કે એક વાત એવી ચર્ચાય રહી છે, કોઇ મહિલાએ પોતાનું પામ છુપાવવા માટે ભૃણને ટોયલેટમાં ફેંકી દીધુ હોય, સમગ્ર બનાવ અંગે સીસી ટીવીના આધારે હોસ્પિટલમાં આવેલી શંકાસ્પદ વ્યક્તિઓને ચેક કરવામાં આવી રહ્યા છે.
A fetus of a dead girl was found in the toilet of Trauma Center of Surat Civil Hospital