ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. કાછવા પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા પડાવ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 10 મજૂરોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મજૂરો વારાણસીના રહેવાસી હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ 13 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગ કરીને પાછા વારાણસી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત મોડી રાત 12.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતની માહિતી મળતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. માર્ગ અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વારાણસી-પ્રયાગરાજ હાઈવે બ્લોક કરી દીધો હતો. વહીવટીતંત્ર નારાજ લોકોને મનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે.
આ મામલે પોલીસ અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે અમને રાતે એક વાગ્યે આજુબાજુ જાણકારી મળી હતી કે મિર્ઝાપુર નજીક અકસ્માત થયાની જાણકારી મળી હતી. જેમાં એક ટ્રેક્ટર વારાણસી તરફ જતું હતું અને તેને એક ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હોવાની માહિતી મળી હતી. ટ્રેક્ટરમાં 13 લોકો સવાર હતા અને તેમાંથી 10 લોકો માર્યા ગયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બધા પીડિતો મિરઝાપુરના જ રહેવાશી હોવાની જાણકારી છે.
એસપી અભિનંદને જણાવ્યું કે ટ્રકે પાછળથી ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રક કબજે લેવામાં આવી હતી. આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે. ઘાયલોને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે પણ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો :-