રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરના કોચિંગ સેન્ટર જેવો અકસ્માત થયો હતો. અહીં ભારે વરસાદ બાદ ભોંયરામાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ઓવરફ્લો થતી ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના દર્દનાક મોત થયા હતા.
ગઇકાલે સતત ભારે વરસાદને કારણે જયપુરના વિશ્વકર્મા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને તેના કારણે ગંદા પાણી રસ્તાની બાજુના ભોંયરામાં ઘૂસી ગયા હતા. ઘટના સમયે ભોંયરામાં હાજર ચાર લોકોમાંથી ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.
થોડા દિવસો પહેલા રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ UPSC પરીક્ષાર્થીઓના કરુણ મોતનો મામલો ઠંડો પડ્યો ન હતો ત્યારે જયપુરમાં પણ આવી જ બીજી ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર બુધવાર રાતથી રાજ્યભરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જયપુરના આ વિસ્તારમાં એક મકાનની દિવાલ તૂટીને બીજા મકાન પર પડી હતી, જેના કારણે ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન પરિવારના 4 સભ્યો તેમાં ફસાઈ ગયા હતા. એક વ્યક્તિનો સમયસર બચાવ થયો હતો, પરંતુ પાણીમાં ડૂબી જવાને કારણે 3 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો :-