Tuesday, Feb 11, 2025

હિમાચલમાં 5 જગ્યાએ ફાટ્યા વાદળ, 50થી વધુ લોકો લાપતા, 2ના મોત

2 Min Read

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અનીના નિરમંડ, કુલ્લુના મલાના, મંડી જિલ્લાના થલતુખોડ અને ચંબા જિલ્લામાં બે સ્થળોએ વાદળ ફાટ્યા હતા. વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ લગભગ 50 લોકો ગુમ થયા છે. ચાર મૃતદેહ મળી આવ્યા છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

Image

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટતા ખીણમાં પૂર આવ્યું છે અને હોબાળો મચી ગયો છે. મધ્યરાત્રિએ પડેલા વરસાદને કારણે બિયાસ નદી પણ બે કાંઠે વહી રહી છે અને અહીં પણ મનાલી શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે ભુંતરની આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ગઈ રાત્રે ભારે વરસાદને કારણે જિલ્લા મંડીના થલતુખોડ પાસેના રાજમાન ગામમાં જાન-માલનું નુકસાન નિરમંડ હેઠળ સમેજ, બાગીપુલ વિસ્તારોમાં ઘણી ઇમારતો અને મકાનો ધોવાઈ ગયા ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સાંભળીને મન દુખી છે. ભગવાનને પ્રાર્થના છે કે, દિવંગત આત્માઓને શાંતિ આપે અને ગુમ થયેલા લોકો સલામત રહે. દુખની આ ઘડીમાં હું પીડિત પરિવારોની સાથે છું. હું રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે ગઈકાલે રાત્રે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા વિનાશના સ્થળોએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરે.

આ પણ વાંચો :-

Share This Article