વિવાદાસ્પદ ટ્રેની આઈએએસ અધિકરી પૂજા ખેડકરની માતાની ‘બંદૂક’ વાળી કરતુતો બાદ પૂજા પર એક પછી એક મુસીબતો આવી છે. હવે તેની સામે જાહેર સેવા આયોગે (UPSC) FIR નોંધાવી છે, તો બીજીતરફ સંસ્થાએ પણ તેને નોટીસ પાઠવી ગડબડનો જવાબ માંગ્યો છે. સંસ્થાએ તેને કહ્યું છે કે, તમારી ઉમેદવારી રદ કેમ ન કરવામાં આવે. આ ઉપરાંત પૂજાને આગામી પરીક્ષાઓમાંથી પણ બાકાત કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે OBC હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી. સેવામાં તહેનાત થતા જ ખોટી માગણીઓ શરૂ કરી. તેની આવી હરકતો ધ્યાને લેવાયા બાદ ફાઈલ ખુલી છે, જેમાં તેણે ઘણા કારસ્તાન કર્યા હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં પૂજા ખેડકરની તાલીમ પણ વિવાદોને કારણે રદ્દ કરવામાં આવી હતી. પૂજાની પસંદગી ક્વોટા હેઠળ થઈ હતી. જે બાદ સવાલો ઉઠવા લાગ્યા કે શું માનસિક રીતે બીમાર ઉમેદવાર ક્વોટા હેઠળ IAS બની શકે છે. પુણેના જિલ્લા મેજિસ્ટ્રેટ દુહાસ દીવાસે રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ નોંધાવ્યા બાદ મામલાએ વધુ વેગ પકડ્યો હતો. પૂજા તેના કઠોર વલણના કારણે પહેલાથી જ ચર્ચામાં હતી, બાદમાં તેના પર IASની નોકરી મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ લાગવા લાગ્યો.
- અંગત વાહન પર મહારાષ્ટ્ર સરકાર લખાવડાવ્યું
- અંગત વાહન પર લાલ લાઈટ લગાવી.
- UPSCમાં નકલી જાતિ પ્રમાણપત્ર આપ્યું.
- બનાવટી વિકલાંગ પ્રમાણપત્ર આપ્યું.
- નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરની બહાર ગેરકાયદે બાંધકામ.
- ઉંમરના લઈને છેતરપિંડીનો આરોપ.
- તાલીમાર્થી હોવા છતાં અંગત કેબીનની માંગણી.
- વરિષ્ઠ અધિકારીની કેબિન કબજે કરી.
- માતાએ પિસ્તોલ બતાવીને ખેડૂતોને ધમકાવવાનો આરોપ.
- અલગ-અલગ હોસ્પિટલમાં અલગ-અલગ સરનામાં આપવાનો આરોપ.
યુપીએસસીએ કહ્યું કે, અમે પૂજા સામે તપાસ કર્યા બાદ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે તેમજ તેને નોટિસ પાઠવીને કહ્યું છે કે, વર્ષ 2022ની પરીક્ષા યોજાયા બાદ તમારી પસંદગી રદ કેમ રદ કરવામાં ન આવે. અમે તેના પર ભવિષ્યમાં યોજાનારી પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો :-