Tuesday, Feb 11, 2025

સુરતમાં ટેનામેન્ટ ખાલી કરાવવા મેગા ડ્રાઈવ, ૫૦૦થી વધુ પોલીસ તૈનાત

2 Min Read

સુરતના સચિનના પાલીમાં ૬ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે મોરચો માંડવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગરોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતાં નહોતા. જેથી આજે પોલીસના ૫૦૦ જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.

સુરતના રીંગરોડ જેવા પ્રાઈમ લોકેશન પર આવેલા માનદરવાજા ટેનામેન્ટ અને શોપિંગ સેન્ટર સમય જતાં જર્જરિત થતા વર્ષ ૨૦૧૬થી નોટિસ આપવાની કામગીરી શરૂ થઈ હતી. ગુજરાત સરકારના ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ નડી રહ્યું છે અને એક બે નહીં પરંતુ સાત-સાત વખત ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ તેમાં હજી સુધી એક પણ એજન્સીની ઓફર મળી નથી. હાલમાં સાતમી વાર ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં ઓનલાઈન ટેન્ડરમાં બે એજન્સીની ઓફર આવી હતી. પરંતુ આ એજન્સી ઓફલાઈન આવી ન હતી જેના કારણે હવે આઠમી વાર ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે.

માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે ૩૫૦ જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ ૧૦૦ કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને ૫૦૦ કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.

આ પણ વાંચો :-

Share This Article