અંતરિક્ષએ એક એવી રહસ્યમય દુનિયા છે જેના વિશે તમે જેટલું જાણો તેટલું ઓછું જ લાગે છે. આ માટે જ તેના વિશે વધુને વધુ રસપ્રદ માહિતીઓ જાણવાની ઇચ્છા થતી રહેતી હોય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક એવી સંસ્થા છે, જે સમયાંતરે અંતરિક્ષ વિશે નવુ નવુ જાણવા માગતા લોકો માટે અંતરિક્ષની નવી નવી તસવીરો અને વીડિયો મૂકતી હોય છે.
લગભગ ૨૧ વર્ષ પછી આવેલા આવા શક્તિશાળી વાવાઝોડાથી વૈજ્ઞાનિકો પોતે પણ આશ્ચર્યચકિત અને પરેશાન છે. માત્ર ISRO જ નહીં પરંતુ NOAA સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સૂર્ય પર વધુ વિસ્ફોટ થવાની સંભાવના છે. જો આવું સતત થતું રહેશે તો તે પૃથ્વીની કોમ્યુનિકેશન સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
સૌર તોફાન એટલે સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટો કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાય છે. આવા સૌર વાવાઝોડા અવકાશમાંથી કણોને શોષીને આગળ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ પૃથ્વી સાથે અથડાય છે, ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, રેડિયો કમ્યુનિકેશન અને જીપીએસ સિસ્ટમને પણ અસર કરે છે. આને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક X અને બીજું M.
ઈસરોના જણાવ્યા અનુસાર, આ ૨૦૨૩ પછીનું સૌથી શક્તિશાળી જિયોમેગ્નેટિક તોફાન હતું. આ સમયગાળા દરમિયાન સૂર્ય પર જ્વાળાઓનો વિસ્તાર 1859ની કેરિંગ્ટન ઘટના કરતાં મોટો હતો. તેના નિવેદનમાં ISROએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોમાં X ક્લાસની ઘણી સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શન (CMEs) પૃથ્વી પર ત્રાટક્યા છે. ઉચ્ચ અક્ષાંશ વિસ્તારોમાં આની મજબૂત અસર પડી છે. આવી ઘટનાઓ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે.
જ્યારે સૌર વાવાઝોડામાં હાજર ચાર્જ્ડ કણો પૃથ્વીના વાતાવરણમાં હાજર ઓક્સિજન અને નાઇટ્રોજન કણો સાથે અથડાય છે, ત્યારે તેઓ લાઈટ ફોટોન રિલીઝ થાય છે. લાઈટ ફોટોનનો અર્થ પ્રકાશ છે અને આ પ્રકાશ તરંગલંબાઇનો છે, જે આંખોને દેખાય છે. આ પ્રકાશ નોર્ધન લાઇટ તરીકે દેખાય છે. એ પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં દેખાય છે, તેથી એને નોર્ધન લાઇટ્સ નામ આપવામાં આવ્યું છે.
અવકાશમાં આ હિલચાલ આદિત્ય L૧ ના પેલોડ ASPEX દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. આમાં, સૂર્ય વાવાઝોડાના પવનના પ્લાઝ્માનો ઝડપી પ્રવાહ, તાપમાન અને ઝડપી પ્રવાહ સ્પષ્ટપણે દેખાય છે. આ પેલોડમાં એક સ્પેક્ટ્રોમીટર છે જે સૌર પવનના નિશાન કેપ્ચર કરે છે. વધુમાં, આદિત્ય L૧ના એક્સ-રે પેલોડ સોલેક્સે પણ ઘણા X અને M વર્ગના જ્વાળાઓનું અવલોકન કર્યું જે L૧ બિંદુમાંથી પસાર થયું હતું. આદિત્ય L૧ ઉપરાંત, ચંદ્રયાન-૨ના ઓર્બિટરે આ સૌર વિસ્ફોટની ઘટનાઓને પણ કેપ્ચર કરી છે, જે સતત ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહી છે. તેમાં સૌર વાવાઝોડાની ઘણી રસપ્રદ ઘટનાઓ કેદ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-