વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ ૨૦૩૦ સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને ૨૦૨૪ માં જ હાંસિલ કરી લીધું છે.
ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની ૬ દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ ૧, ૨ અને ૩ માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની ૬૦ વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી.
શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, ૨૦૩૦ સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે.
શ્રી ગોવિંદ ધોળકિયા એટ્લે કે ગોવિંદકાકા દ્વારા સ્થાપવામાં આવેલ SRK વિશ્વની અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની છે. USD ૧.૮ બિલિયનની વેલ્યૂ ધરાવતી ૬૦૦૦ થી પણ વધુ લોકોને રોજગારી આપતી SRK છેલ્લા ૬ દાયકાથી કાર્યરત છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં જે પરીવર્તન આવી રહ્યું છે તેમાં SRK પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી રહ્યું છે. પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને દૃઢતા ઉપર ચાલતી પર્પઝ ડ્રિવન કંપની, SRK જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કંપલાયન્સ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં અગ્રણી અને ઈન્ડિયાના ઝીરો એમીશનમાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. SRK ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ISO સર્ટિફિકેટ, સિસ્ટમ્સ અને તેની પ્રોસેસના સર્ટિફિકેટ ધરાવી સૌથી વધુ કંપલાયન્ટનું પાલન કરતી કંપની બની છે. વધુમાં SRK પોતાના પ્રોફિટ માંથી ૪.૫% થી પણ વધુ રકમ સામાજીક વિકાસ માટે વાપરે છે. દરેકને સમાન તક, હંમેશા આગળ વધવું અને સાદગીભર્યું જીવન ધોરણ જેવા ગોવિંકાકાના સ્થાપેલાં મૂલ્યોને આગળ વધારતા, આ અગ્રણી ડાયમંડ કંપની હંમેશા સસ્ટેનેબિલિટી અને સમાજને મદદરૂપ થવા હંમેશા કાર્યરત રહે છે.
આ પણ વાંચો :-