Tuesday, Feb 11, 2025

પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કરનારા અશ્વજીત ગાયકવાડ સહિત ત્રણની ધરપકડ

2 Min Read

મહારાષ્ટ્રના થાણેમાં ૨૬ વર્ષીય પ્રિયા સિંહને કારથી કચડી નાખવાના આરોપી અશ્વજીત ગાયકવાડની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ગાયકવાડ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ IAS અધિકારીનો પુત્ર છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ લેન્ડ રોવર ડિફેન્ડર કાર પણ જપ્ત કરી છે.

મુંબઇના થાણેમાં સરકારના એક ઉચ્ચ અમલદારના દીકરાએ કથિત રીતે તેમની એસયુવી હેઠળ પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે આ પ્રકરણની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. એસઆઈટીએ તરત જ આરોપીઓ અશ્વજીત ગાયકવાડ તથા તેના બે સાગરિતો સાગર શેડગે તથા રોમિલ પાટિલની ધરપકડ કરી હતી.

આ ઘટનાને પગલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો અને વિપક્ષોએ પણ સરકાર પર પસ્તાળ પાડી હતી. તે પછી રાજ્ય સરકારે SIT દ્વારા તપાસના હુકમો આપ્યા હતા. SITએ આજે ત્રણેય આરોપીઓની તત્કાળ ધરપકડ કરી લીધી હતી.

આ ઘટના ૧૧ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ઘોડબંદરની એક હોટલ પાસે બની હતી જ્યાં ૨૬ ૨૬ વર્ષીય પીડિતા તેના પ્રેમી અશ્વજીતને મળવા ગઈ હતી. આ સમયે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ વધુ વકરતા પીડિતાએ આરોપીની કારમાંથી તેનો સભ્યનું લીધો હતો અને તેને છોડીને જવાની તૈયારીમાં હતી ત્યારે કાર ચલાવી રહેલા અન્ય આરોપી અને મુખ્ય આરોપીના સાગરિતે કાર ચાલુ કરી તેને કાર હેઠળ કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નીચે પડી ગઈ હતી અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ પીડિતાએ સમાજ-માધ્યમો પર ઘટના બાબતની વિવિધ પોસ્ટ વહેતી મૂકી ન્યાય માટે ધા નાખી હતી.

Share This Article