૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી સમયે હાલના વિરમગામના ભાજપના MLA હાર્દિક પટેલ પર કેસ થયો હતો. પાટીદાર આંદોલનના નામે પરમિશન માગી વિશાળ રેલી અને સભા સંબોધી હતી. જેમા બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આવ્યા હતા. યોગી ચોક ખાતે યોજાયેલી સભા મામલે કેસ થયો હતો. સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો. આજે કેસ ચાલતા સુરત કોર્ટમાં હાર્દિક પટેલે હાજર થવું પડ્યુ હતુ અને તેમનું ફર્ધર નિવેદન લેવામાં આવ્યું હતુ. હાર્દિક પટેલનું નિવેદન નોંધ્યા બાદ હવે આગામી સુનાવણી 20મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
આજે સુરતમાં ખૂબ જ લાંબા સમય બાદ આવ્યો છું અને મીડિયા મિત્રો સાથે મળવાનો સમય મળ્યો છે.મીડિયા મિત્રોના પણ હાલ-ચાલ પૂછવાનો મૌકો મળ્યો છે.કોર્ટે આગામી ૨૦મી ડિસેમ્બરની મુદત આપી છે.જે દિવસે અમારા વકીલ તરફથી અંતિમ દલીલો કરવામાં આવશે.જે કેસમાં એકાદ-બે મુદત બાદ નિર્ણય આવી શકે છે.
વધુમાં જણાવ્યું હતું કે સૌ માટે ખુશીનો વિષય છે કે ૩૭૭ની જે કલમ હટાવવામાં આવી છે તેના કારણે પુરા જમ્મુ કશ્મીરમાં શાંતિ કાયમ થઇ છે, તો સ્વાભાવિક રૂપથી ઘણા બધા લોકોને થપ્પડ પડી છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે, હર કોઈ વિરોધ કરતા હતા કે કશ્મીરમાં ૩૭૭ના હટી શકે, રામ મંદિર ન બની શકે, તો આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.
આ પણ વાંચો :-