ગુજરાતમાં વધુ એક મલ્ટી નેશનલ કંપની રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની કોકા કોલા ગુજરાતમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે અને અમદાવાદ નજીક સાણંદમાં રૂપિયા ૩૦૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે. આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.
સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-II માં પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીને ૧.૬ લાખ ચોરસ મીટરની જમીનનો પ્લોટ (SM-૫૨) ફાળવવામાં આવ્યો છે. રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “કોકા કોલાએ ગુજરાતમાં તેના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા પહેલેથી જ બે મોટા રોકાણો કર્યા છે. સરકારે મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને નવા પ્લાન્ટ માટે કંપનીને જમીન ફાળવણી પણ કરી દીધી છે.
ત્યારે પ્લાન્ટમાં ઓપરેશનલ અને એન્જિનિયરિંગની ભૂમિકામાં લગભગ ૪૦૦ વ્યક્તિઓનું કાર્યબળ હશે. સુત્રોના જણાવ્યા મુજબ, કોકાકોલાએ ઓછામાં ઓછા બે લાખ રિટેલર્સ દ્વારા રોજગારીની ઘણી તકો ઊભી કરી છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરી છે. નવા પ્લાન્ટથી પેકેજિંગ સપ્લાયર્સ, ફ્લેવર પ્રોડ્યુસર્સ, એન્જિનિયરિંગ સર્વિસ, કેપિટલ ગુડ્સ અને ઓટોમેશન સેક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો :-