Tuesday, Feb 11, 2025

06 જાન્યુઆરી 2023, રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…

3 Min Read

06 January 2023, Horoscop

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
મોજશોખમાં વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ‌-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતી જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવાર‌માં ઉગ્રતા ટાળવી નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડા પીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

નઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

મકરઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતી જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-
Share This Article