Tuesday, Feb 11, 2025

પહેલાં AIIMS હવે ભારતીય રેલવેની વેબસાઈટ પર સાયબર એટેક ! 3 કરોડ યુઝર્સનો ડેટા લીક, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

2 Min Read

Before AIIMS now cyber attack on Indian Railways website

  • હેકર્સે રેલવે ટિકિટ બુક કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો. જેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર ડેટા ચોરીના પ્રયાસ બાદ ભારતીય રેલ્વેમાં (Indian Railways) સંભવિત ડેટા ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે રેલ્વે કે કોઈ સરકારી અધિકારી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર હેકર્સે રેલવે ટિકિટ બુક (Railway Ticket Book) કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો છે. તેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ થાય છે.

આ 3 કરોડ લોકોના ડેટાની ચોરી :

એક રાષ્ટ્રીય અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ હેકર ફોરમે 27 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હેકર ફોરમની વાસ્તવિક ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે ‘શેડો હેકર‘ તરીકે ઓળખાય છે. આરોપ છે કે આ હેકર ફોરમ 3 કરોડ મુસાફરોનો આ ડેટા ડાર્ક વેબ પર વેચી રહી છે.

હેકર જૂથે કહ્યું કે તેની પાસે ભારતીય રેલ્વેમાં ટિકિટ બુક કરાવનારા ત્રણ કરોડ લોકોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતની અંગત માહિતી છે. હેકર જૂથે એવો પણ દાવો કર્યો હતો કે તેણે અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈમેલ એકાઉન્ટની ચોરી કરી છે.

આ પણ વાંચો :-

Share This Article