Tuesday, Feb 11, 2025

માત્ર પાંચ ક્રિકેટરોએ લૂટી લીધા 82 કરોડ, જાણો કોણ રહ્યાં 5 સૌથી મોંઘા ખેલાડી

2 Min Read

Only five cricketers looted 82 crores

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 માટે થયેલી હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડી 3 સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ રહ્યાં. ત્યારબાદ એક ખેલાડી ઓસ્ટ્રેલિયા અને એક વેસ્ટઈન્ડિઝનો રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 (IPL 2023) સીઝન માટે મિની હરાજી કોચ્ચિમાં સમાપ્ત થઈ ગઈ છે. કહેવા માટે હરાજી નાની હતી. પરંતુ બોલી મોટી-મોટી લાગી છે. સેમ કરને જ્યાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા તો બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, નિકોલસ પૂરન પર પણ પૈસાનો વરસાદ થયો છે. આવો જાણીએ આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ….

સેમ કરન :

સેમ કરનને પંજાબ કિંગ્સે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવી ટીમ સાથે જોડ્યો છે. પ્રીતિ ઝિન્ટા અને નેશ વાડિયાની માલિકીવાળી ટીમે કુલ 18.50 કરોડ રૂપિયા સેમ કરન પર ખર્ચ્યા છે.

કેમરન ગ્રીન :

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડની બોલી લગાવીને ખરીદ્યો છે. તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

બેન સ્ટોક્સ :

બેન સ્ટોક્સ પર ચેન્નઈ સુપર કિંગ્સે મોટો દાંવ લગાવ્યો છે. ચેન્નઈએ વિશ્વ વિજેતા ખેલાડીને 16.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ત્રીજો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે.

નિકોલસ પૂરન :

આ કેરેબિયન વિસ્ફોટક બેટર પર કેએલ રાહુલની આગેવાનીવાળી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 16 કરોડ રૂપિયાનો વરસાદ કર્યો છે.

હેરી બ્રૂક :

પાકિસ્તાનની ધરતી પર ધમાલ મચાવનાર હેરી બ્રૂક પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ યુવા બેટર પર 13.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો :-

Share This Article