We lost the election in Gujarat
- રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) હાર માટે આમ આદમી પાર્ટીને (Aap Gujarat) જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે 100 દિવસ પુરા કરી ચુકી છે. જે બાદ રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં (Jaipur) તેમણે અશોક ગહલોત (Ashok Gehlot) સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો આપને પ્રોક્સી તરીકે ન રાખવામાં આવ્યા હોત અને કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં માટે ઉપયોગ ન કર્યો હોત તો કદાચ ત્યાં પણ ભાજપ હારી જાત. આપને જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 17 સીટો મળી છે. જ્યારે આપને 5 સીટો જ મળી છે. તો ભાજપને નિર્ણાયક રીતે 156 સીટ સાથે ફરી વાર સરકાર બનાવી છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ત્યાં પુરી સંઠનાત્મક શક્તિનો ઉપયોગ કર્યો પણ અમે તેમને હરાવી દીધા. તેમણે આગળ કહ્યું કે ચોક્કસપણે ગુજરાતમાં જો આપને પ્રોક્સી તરીકે ન રાખ્યા હોત અને કોંગ્રેસને ટાર્ગેટ બનાવાનો ઉપયોગ ન કર્યો હોત તો અમે ત્યાં પણ ભાજપને હરાવી દેત. હાલમાં જ ભાજપે ગુજરાતમાં ક્લિન સ્વીપ કર્યું છે.
આ પણ વાંચો :-