Tuesday, Feb 11, 2025

અરે બાપ રે ! અહીં લોકો વાળ કાપવાના આપે છે 5000 રૂપિયા, જાણો દુનિયાના સૌથી મોંઘા શહેર વિશે

2 Min Read

Here people pay 5000 rupees for a haircut

  • ન્યૂયોર્ક અને સિંગાપોર સંયુક્ત રીતે વિશ્વના 2 સૌથી મોંઘા શહેર છે. હાલમાં થયેલા એક સર્વેમાં વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ના તાજેતરના અહેવાલમાં સિંગાપોર (Singapore) અને ન્યૂયોર્ક (New York) સંયુક્ત રીતે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ સ્થાને છે. EIU એ તાજેતરમાં વિશ્વવ્યાપી કોસ્ટ ઓફ લિવિંગ ઈંડેક્સ 2022 પ્રકાશિત કર્યો છે.

આ લિસ્ટમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાન પર આવ્યું છે. તેનું એક મોટું કારણ અમેરિકામાં મોંઘવારીનો તીવ્ર વધારો છે. ગયા વર્ષે આ યાદીમાં તેલ અવીવ પ્રથમ સ્થાને હતું જે આ વખતે ત્રીજા નંબરે આવી ગયું છે.

કિંમતોની તુલના કરવામાં આવી :

ઈન્ડેક્સમાં દરરોજ ઉપયોગમાં લેવાતા 200થી વધુ ઉત્પાદનોની કિંમતોની તુલના કરવામાં આવી છે. આમાં કપડાં, ભાડું, ખોરાક અને ટ્રાન્સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ સરખામણી 172 દેશો વચ્ચે કરવામાં આવી છે અને ઈન્ડેક્સની સૌથી વધુ સંખ્યા 100 રાખવામાં આવી છે. એટલે કે ફુગાવો 100 પોઈન્ટમાંથી માપવામાં આવ્યો છે. ન્યૂયોર્ક અને સિંગાપોર બંનેને 100 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય તેલ અવીવને 99 પોઈન્ટ્સ મળ્યા છે.

વાળ કપાવવાના લે છે 5000 રૂપિયા :

ન્યૂયોર્કમાં વાળ કાપવાની સરેરાશ કિંમત 55-60 ડોલર છે. જે ભારતીય ચલણમાં લગભગ 5000 રૂપિયા છે. તેવી જ રીતે તમારે લોન્ડ્રી માટે 6 ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. જે લગભગ 500 રૂપિયા છે. એ જ રીતે સિંગાપોરમાં તમારે વાળ કાપવા માટે 60-80 ડોલર ખર્ચવા પડી શકે છે. આ રીતે એક સામાન્ય રેસ્ટોરન્ટમાં 2 લોકોને ખાવાનો ખર્ચ લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે.

Share This Article