Tuesday, Feb 11, 2025

સુરત AAPમાં ભડકો ! નેતાઓને ખુલ્લા પાડવા માટે રાજુ દીયોરા કરશે મહાસંમેલન, પુરાવા રજૂ કરશે

2 Min Read

Outbreak in Surat AAP! Raju Deora

  • આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે.

સુરત આમ આદમી પાર્ટીમાં (Aap Surat) ભડકો જોવા મળી રહ્યો છે. કતારગામ (Katargam) વિસ્તારમાં આપના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ (Raju Diyora) પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ (A serious allegation) છે. સાથે આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાની જાહેરાત પણ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે. તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે.

આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટ છે. 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. નારાજ 10 હજાર લોકોનું મહા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે એવા લોકોને સાઈટ કરવામાં આવ્યા છે.

જે લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આ પાર્ટીને એક પણ બેઠક પર જીતવા દઈશું નહીં.

આ પણ વાંચો :-

 

Share This Article