Tuesday, Feb 11, 2025

નોકરી-ધંધાથી કંટાળ્યા છો ? આ વસ્તુની ખેતી કરો અને થોડા જ ટાઈમમાં બની જાઓ માલામાલ !

4 Min Read

Tired of work Cultivate this thing and become rich

  • એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

આજકાલ નોકરી-ધંધામાં મજા નથી. આવું જ કંઈક કહેતા મોટાભાગના લોકો જોવા મળતા હોય છે. કામનું વધતું જતું ભારણ કે પછી બીજી તરફ વધતી જતી મોંઘવારીનો માર આના માટે મહઅંશે જવાબદાર હોઈ શકે. આ સ્થિતિમાં અહીં આપવામાં આવ્યો છે એક અદભૂત વિકલ્પ જેનાથી તમે સરળતાથી તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે કુવારપાટા (Kuvarpata) એટલે કે એલોવેરાની ખેતીની (Aloe vera cultivation)….

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં (international market) એલોવેરાની માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. ત્યારે, જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.

એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

એલોવેરાના તાજા પાંદડાની વેચાણ કિંમત 5થી 6 રૂપિયા પ્રતિ કિલો છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાની માંગ ખૂબ જ વધારે છે. તેવામાં તમે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ અથવા કોસ્મેટિક બનાવતી કંપનીઓને એલોવેરાના પાંદડા વેચી શકો છો.

એલોવેરાની ખેતી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં વધુ ભેજ ન હોવો જોઈએ સાથે જ ખેતરમાં પાણી સ્થિર ન હોવું જોઈએ. રેતાળ માટી એલોવેરા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ છે. જેમાં ઈન્ડિગો સૌથી સામાન્ય છે જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સિસ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે.

ખેડૂતો બાર્બાડેન્સિસ પ્રજાતિનું વાવેતર કરવાનું પસંદ કરે છે કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. એલોવેરાની ખેતીમાં તેની વાવણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં તેનું વાવેતર નથી થતું. રોપણી વખતે બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું જોઈએ. છોડ રોપ્યા પછી, ખેડૂતો વર્ષમાં બે વાર તેના પાંદડા લણણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. ખેતી માટે લગાવેલા છોડની કિંમત 3થી 5 રૂપિયા સુધીની હોય છે. એલોવેરાના એક છોડમાંથી 3.5 કિલો સુધીના પાંદડા મળે છે અને એક કિલોની કિંમત 5થી 6 રૂપિયા સુધીની હોય છે. જો કે સરેરાશ, છોડના એક પાંદડા 18 રૂપિયા સુધી વેચાય છે. એટવે 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક ખેડૂત અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાની ખેતીથી કુલ 5 ગણો નફો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article