Tuesday, Feb 11, 2025

આવી રહી છે નવી Toyota Fortuner ! અંદાજ જૂનો પરંતુ ફીચર્સ નવા દમદાર, 

2 Min Read

New Toyota Fortuner is coming

  • નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. એસયૂવીના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં આવશે.

Toyota Fortuner: નવી પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર આગામી વર્ષે એન્ટ્રી કરી રહી છે. SUV ના નવા મોડલને સૌથી પહેલા થાઈલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ અન્ય દક્ષિણ પૂર્વ એશિયન (South East Asian) દેશોમાં લાવી શકાય છે. તે ભારતમાં 2023ના અંત કે 2024ની શરૂઆતમાં આવી શકે છે.

2023 ટોયોટા ફોર્ચ્યૂનરમાં ઘણા કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. તેમાં નવી બોડી પેનલ પણ હશે. આ વધુ ફીચર લોડેડ હશે અને હાઈબ્રિટ પાવરટ્રેનની (Hybrid powertrain) સાથે આવી શકે છે. તેમાં વર્તમાન IMV આર્કિટેક્ચરની જગ્યાએ TNGA-F પ્લેટફોર્મ પર બેસ્ડ બનાવી શકાય છે.

આ પ્લેટફોર્મ 2023ની શરૂઆતમાં આવનારી નવી ટોયોટા ઈનોવા આઈક્રોસમાં પણ મળી શકે છે. ટોયોટાની ગ્લોબલ Tundra, Sequoia અને Land Cruiser SUVs ને પણ ટીએનજીએ-જી પ્લેટફોર્મ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે 2850 મિમીથી 4180 મિમીની વ્હીલબેસ લંબાઈને સપોર્ટ કરે છે.

નવી ફોર્ચ્યૂનરમાં માઈલ્ડ હાઈબ્રિડ તકનીક અને ઈન્ટીગ્રેટેડ સ્ટાર્ટર જનરેટરની સાથે 1GD-FTV 2.8L ડીઝલ એન્જિન મળી શકે છે. ડીઝલ હાઈબ્રિડ પાવરટ્રેનને જીડી હાઇબ્રિડ નામ આપી શકાય છે. નવા હાઈબ્રિડ પાવરટ્રેન એસયૂવીને પહેલાથી વધુ ફ્યૂલ એફિશિએન્ટ બનાવશે.

ફીચર પ્રમાણથી નવી 2023 ટોયોટા ફોર્ચ્યૂનર વર્તમાન જનરેશનવાળા મોડલથી વધુ અફડેટ હશે. એસયૂવીને ADAS (એડવાન્સ ડ્રાઇવર અસિસ્ટેન્ટ સિસ્ટમ) ની સાથે રજૂ કરી શકાય છે. જેમાં બ્લાઇંડ સ્પોટ ડિટેક્શન, ઓટોમટિક ઈમરજન્સી બ્રેકિંગ, ઓટોમેટિક પાર્કિંગ અસિસ્ટ, અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિશન વોર્નિંગ અને લેન ડિપાર્ચર સામેલ છે. વર્તમાન હાઈડ્રોલિક સ્ટીયરિંગ વ્હીલને ઈલેક્ટ્રિક પાવર યુનિટથી બદલી શકાય છે. નવી Fortuner વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમની સાથે આવી શકે છે.

વર્તમાન પેઢીની ટોયોટા ફોર્ચ્યૂનર 32.59 લાખ રૂપિયાથી 50.34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રાઇઝ રેન્જનની વચ્ચે આવે છે. તેમાં 9 વેરિએન્ટ આવે છે. તેમાં ડિઝાઇન, ફીચર અને મેકેનિકલ અપગ્રેડ હોવાની સાથે એસયૂવીની કિંમત પણ વધશે.

આ પણ વાંચો :-

Share This Article