Start Preparation: Junior Clerk and Talati Cum Minister
- સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.
ગુજરાતમાં (Gujarat) ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર (State Govt) હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk) અને તલાટી કમ મંત્રીની (Talati cum Minister) ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે.
મહત્વનું છે કે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.
હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો :
વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.
CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે. જોકે મહત્વનું છે કે આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.
આ પણ વાંચો :-