Tuesday, Feb 11, 2025

ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

2 Min Read

Seeing the crowd and rush of pilgrims

  • ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

ગીરનાર લીલી પરિક્રમા (Girnar Green Circle) જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની (Administrative system) અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની (Girnar) લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.

ગીરનારની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.

ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે. અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઈલેટ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઈટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article