Tuesday, Feb 11, 2025

વિજય રૂપાણી પંજાબના પ્રભારી બનતા રાજકોટ પશ્ચિમ બેઠકને લઈ અટકળો તેજ, જાણો કયા-કયા નામો હાલ ચર્ચામાં

2 Min Read

As Vijay Rupani becomes the

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકવાર ફરી રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને રાજકારણ ગરમાય તેવી શક્યતા.

રાજકોટની 3 બેઠકો માટે ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ માટે કવાયત થશે. મહત્વનું છે કે રાજકોટ પશ્ચિમની (Rajkot West) બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) સીટીંગ ધારાસભ્ય છે. જોકે વિજય રૂપાણી પંજાબના પ્રભારી (In charge of Punjab) બનતા જ પશ્ચિમ બેઠકને લઈ વિવિધ અટકળો તેજ થઇ ગઇ છે.

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં :

રાજકોટ પશ્ચિમની બેઠકને લઇને વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ, ડૉ. દર્શિતા શાહ, કલ્પક મણિયારનું નામ ચર્ચામાં ચાલી રહ્યાં છે. એ સિવાય પશ્ચિમ બેઠક પર અનિલ દેસાઈ અને જ્યોતિન્દ્ર મહેતાનું નામ પણ ખાસ ચર્ચામાં છે. નોંધનીય છે કે રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ઈતર સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવી શક્યતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો. રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે.

ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article