Tuesday, Feb 11, 2025

આણંદમાં સોસાયટીમાં ગરબા રમતા રમતા અચાનક યુવકનું મોત, VIDEO થયો વાયરલ

1 Min Read

A young man died suddenly while

  • આણંદના તારાપુરમાં યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવ્યા બાદ યુવાનનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.

આણંદ સહીત દેશભરમાં નવલા નોરતાને લઇને માઇ ભક્તો માતાજીની (Mai Bhakto Mataji) આરાધનામાં લીન્ન બન્યા છે. બીજી તરફ ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં આણંદના તારાપુર (Tarapur) શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું (Garba festival) આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતા તારાપુર પંથકમાં ચકચાર :

તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી.

ત્યારબાદ ચક્કર ખાઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ લાખો લોકોની નજર સામે મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article