Tuesday, Feb 11, 2025

Gujarat Election : પાટીદાર આગેવાન નરેશ પટેલનું નિવેદન, ‘અત્યારે રાજકારણની વાત કરીશું નહીં, પણ…’

2 Min Read

Gujarat Election Patidar leader Naresh Patel

  • નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે, આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ.

નવરાત્રીની (Navratri) શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખોડલધામના (Khodaldham) ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) સુરતની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેમને કોઈ પણ રાજકિય ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં (Capital Farm) યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં પાટીદાર અગ્રણી (Patidar prominent) અને ખોડલધામ સંસ્થાના નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ પહેલા તેમને ઉમિયા મંદિર ખાતે આરતી કરી હતી.

નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ. તે અંગેની સ્પષ્ટતા ચૂંટણી જાહેર થયા બાદ કરવામાં આવશે.

ભરૂચ થી દહેજ નોકરી પર જતા આવતા કંપની કર્મચારીઓ ટ્રાફિકજામનાં કારણે અટવાયા

ખોડલધામના વડા નરેશ પટેલ સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું હજી ઇલેક્શન જાહેર થયું નથી. જો કે નરેશ પટેલ કોની સાથે રહેશે તેના જવાબમાં કહ્યું ઈલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું. (However, Naresh Patel said in response to whom he will be with, after the election, he will know who he is with)

આ પણ વાંચો :-

 

Share This Article