Tuesday, Feb 11, 2025

 પતિ બીજા રૂમમાં સૂતો હતો અને કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત 

3 Min Read

The husband was sleeping in another

  • કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું.

શહેરના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં (Old Swaminarayan Vas) રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો (noose) ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારની સાંજે પતિ ભદ્રેશભાઇ અને મૃતક ભાવનાબેન ઘરમાં હતા.

આ દરમિયાન પતિ બેડરૂમમાં સુતો હતો ત્યારે પત્ની ભાવનાબેને ડ્રોઇંગરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સાંજે પતિ જ્યારે બહારના રૂમમાં આવ્યો ત્યારે પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આપઘાતની સવારે મૃતકે કન્ટ્રોલ રૂમમાં પોતે આજે નહીં આવે તેમ જણાવ્યું હતું.આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ પતિની અટકાયત કરી છે.

52 વર્ષના પ્રવિણભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ભાવનાબેન ડાભીની 2016માં LRD તરીકે સુરતમાં ભરતી થઇ હતી. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા.

દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તપાસમાં મૃતક ભાવનાબેનની અંતિમ ચિઠ્ઠી મળી નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ભાવનાબેને આપઘાત કર્યો હતો.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માતે મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article