Tuesday, Feb 11, 2025

અરે બાપ રે ! પાક.માં 70 વર્ષની મહિલા 37 વર્ષના યુવાનની બીજી પત્ની બની !

2 Min Read

Oh my God ! In Pakistan

  • મહિલા અત્યાર સુધી અપરણિત રહી હતી . ઈખ્તિયાર નામના યુવાનને કિશોરાવસ્થામાં એ વખતે 48 વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો.

પાકિસ્તાનમાં (Pakistan) એક ૭૦ વર્ષની મહિલાએ ૩૭ વર્ષના યુવાન સાથે લગ્ન કર્યા હતા. મહિલા અત્યાર સુધી અપરણિત (unmarried) હતી. યુવાને અગાઉ લગ્ન કરી ચૂક્યો છે અને તેને છ સંતાનો પણ છે. બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો હતો.

ઈખ્તિયાર નામના ૩૭ વર્ષના યુવાને ૭૦ વર્ષની કિશ્વર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ઈખ્તિયાર જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે તેને એ વખતે ૪૫-૪૮ વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો. પરંતુ ઉંમરનો મોટો તફાવત હોવાથી એ વખતે લગ્ન થઈ શક્યા ન હતા. ઘરમાંથી ભારે વિરોધ ઉઠતા ઈખ્તિયારે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. કિશ્વર અપરણિત રહી હતી.

વર્ષો પછી હવે બંનેએ લગ્ન કર્યા હતા. કિશ્વર ૩૭ વર્ષના ઈખ્તિયાર સાથે લગ્ન કરીને બીજી પત્ની બની હતી. ઈખ્તિયારને પહેલી પત્નીથી છ સંતાનો છે. આ બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. પ્રથમ પત્નીએ જ પતિને તેના પ્રેમ સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઈખ્તિયારના સંતાનોએ પણ આ લગ્નને સમર્થન કર્યું હતું.

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. કેટલાક લોકોએ વર્ષો પછી મળેલા પ્રેમીજનોની તરફેણ કરી હતી, તો કેટલાકે આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો :-

 

Share This Article