A tiger was walking
- મેક્સિકોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક બંગાળ વાઘ રહેણાંક વિસ્તારના રસ્તા પર ફરતા દેખાય છે. ત્યારબાદ સ્થાનિકોમાં વધુ દહેશત ફેલાઈ છે. જો કે, વાઘે કોઈને નુકસાન પહોંચાડ્યુ નથી.
પરંતુ જ્યારે સ્થાનિકોએ ફૂટપાથ પર વાઘને ચાલતા જોયો ત્યારે સ્થાનિકોના રૂંવાડા ઉભા થયા. તો કેટલાંક લોકો આ ઘટનાને કેમેરામાં કેદ (Captured on camera) કરવા લાગ્યા તો કેટલાંક લોકો પોતાના ઘરમાં ભાગી ગયા. થોડા સમય બાદ એક માણસ વાઘની પાસે પહોંચે છે અને સરળતાપૂર્વક તેના ગળામાં દોરડુ બાંધીને વાઘને પોતાની સાથે લઇ જાય છે. આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર એકાઉન્ટ @AmazingPosts_ પરથી 15 જૂને શેર કરવામાં આવ્યો હતો.
તેણે કેપ્શનમાં લખ્યુ એક બંગાળ વાઘ શહેરમાં ફરતો જોવા મળ્યો. ત્યારબાદ સરળતાપૂર્વક પકડીને ઘરે લઇ જવામાં આવે છે. આ ઘટના મેક્સિકોના ટેકુઆલામાં થઇ. આ ક્લિપને અત્યાર સુધી અંદાજે 13 હજારથી વધુ વ્યુજ અને સેંકડો લાઈક્સ મળી છે. આ સાથે યુઝર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
યુવક વાઘને બિલાડીની જેમ પકડીને લઇ ગયો :
આ 31 સેકન્ડના વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક બંગાળ વાઘને ફૂટપાથ પર ફરતો જોઈને સ્થાનિકો ડરી જાય છે અને તેનો વીડિયો બનાવવા લાગે છે. ક્લિપમાં એક મહિલા કહેતી સંભળાય છે કે ચૂપ રહો, તે અમારી નજીક આવી શકે છે. જો કે, વાઘ શાંતિથી આગળ વધી રહ્યો છે. થોડી વાર આમતેમ ફર્યા બાદ તે એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. આ દરમ્યાન એક યુવક હાથમાં દોરડુ લઇને આવે છે અને સરળતાપૂર્વક વાઘને પકડી લે છે. એવુ લાગે છે કે વાઘ તેનુ પાલતુ પશુ છે. જો કે, વાઘ કોઈના પર અટેક કરતો નથી.
હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે