Tuesday, Feb 11, 2025

બિહારમાં મારમારી  / અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા યુવાનો, બક્સરમાં ટ્રેન પર કર્યો પથ્થરમારો

2 Min Read

Youths take to the streets

  • સેનામાં ભરતી માટે મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે.

સેનામાં ભરતી માટે મોદી સરકારની (Modi government) અગ્નિપથ યોજનાને (Agneepath Yojana) લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો (Stoned on the train) કર્યો છે. તો વળી મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) પણ રસ્તા પર હોબાળાની વિગતો મળી રહી છે. કેટલીય જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો સવારે લગભગ 9 વાગે મોટી સંખ્યામાં યુવાનો બક્સર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને ટ્રેક પર હોબાળો મચાવવા લાગ્યા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ ભારે નારાજગી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે શતાબ્દી એક્સપ્રેસ લગભગ એક કલાક મોડી પડી હતી.

આ દરમિયાન અમુક યુવાનોએ પટના જઈ રહેલી પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં આરપીએફ રેલ્વે ટ્રેક ખાલી કરાવી રહ્યા છે. જીઆરપીએ પણ ઘટનાસ્થળે મોર્ચો સંભાળી રાખ્યો છે. નારાજ વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારની આ યોજના ખોટી છે. જેમાં ચાર વર્ષમાં નિવૃતિ આપી દેવામાં આવશે, તો પછી આગળ શું થશે ?

Share This Article