અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે ડિપોર્ટેશન અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે વિમાન ઓછામાં ઓછા 24 કલાકમાં ભારત પહોંચી જશે.
વ્હાઇટ હાઉસમાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રથમવાર ગેરકાયદેસર રહેતા ભારતીયોને વતન પરત મોકલ્યા હતા. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સહમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની વાત કરી હતી.
સેનાની મદદથી દેશનિકાલ ઝુંબેશ. ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેના અભિયાનમાં મદદ કરવા માટે અમેરિકી સૈન્યની મદદ માંગી છે. આ માટે અમેરિકા અને મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. સ્થળાંતર કરનારાઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમને રાખવા માટે લશ્કરી થાણા ખોલવામાં આવ્યા છે. દેશનિકાલ ફલાઇટ્સ ગેરકાયદેસર તરીકે ઓળખાતા સ્થળાંતરીઓને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ લઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી દૂરનું સ્થાન હશે જ્યાં દેશનિકાલ ફલાઇટ જશે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે ઇમિગ્રેશન અંગે ચર્ચા, ગયા મહિને શપથ ગ્રહણ બાદ પીએમ મોદી સાથેની પહેલી ફોન વાતચીત બાદ, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓએ ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવાની વાત આવે ત્યારે ભારત જે યોગ્ય છે તે કરશે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હતી અને તેમણે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા અને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.
બ્લૂમબર્ગના રિપોર્ટ્સ મુજબ ભારત અને અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે. અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના H-1B વિઝા ભારતીયોને મળ્યા છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જ્યારે હું કરીથી ચૂંટાઈશ ત્યારે અમે અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કરીશું.
આ પણ વાંચો :-